વેજીટેબલ કબાબ | Vegetable Kebab

આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.

Vegetable Kebab recipe In Gujarati

This recipe has been viewed 25323 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

वेजिटेबल कबाब - हिन्दी में पढ़ें - Vegetable Kebab In Hindi 
Vegetable Kebab - Read in English 


વેજીટેબલ કબાબ - Vegetable Kebab recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫કબાબ માટે
મને બતાવો કબાબ

ઘટકો
૨ કપ ખમણેલી દૂધી
૧ ૧/૪ કપ ખમણેલા કાંદા
૧ કપ બાફી , છોલીને છીલેણા બટાટા
૩ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મરચાં
૧ ટીસ્પૂન જીરું
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

મિક્સ કરીને કાંદાનો મસાલા બનાવવા માટે (પીરસવા માટે)
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. દૂધીમાંથી બધુ પાણી કાઢી ને તેને બાકીની વસ્તુઓ સાથે એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગના ૫૦ મી. મી. (૨”)ના ચપટા ગોળાકાર કબાબ તૈયાર કરો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કબાબ નાંખીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર રાખી તેને નીતારી લો.
  4. જ્યારે કબાબ ગરમ હોય ત્યારે તેને ચમચા વડે દબાવીને તેની પર કાંદાનો મસાલો છાંટી લો.
  5. તરત જ પીરસો.

Reviews

વેજીટેબલ કબાબ
 on 07 Mar 20 08:41 AM
5

Tarla Dalal
08 Mar 20 11:14 AM
   Thanks for the feedback. Would love to hear from you again.
વેજીટેબલ કબાબ
 on 17 Jun 16 10:55 AM
5

Kebabs are made with unusual ingredients like doodhi, mixed along with onions, potatoes, coriander and spices. I love the topping that is put after the kebabs are made. My family enjoyed every bite with green chutney.