ચોકલેટ શિફોન પાય ની રેસીપી | Chocolate Chiffon Pie ( Eggless Desserts Recipe)

એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે.

જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું, જો તમે મોટા કાણા કે ઝીણા કાણા વડે ખમણશો તો નાળિયેરનું પડ પાયને બગાડી નાખશે.

Chocolate Chiffon Pie ( Eggless Desserts Recipe) In Gujarati

This recipe has been viewed 2604 times



ચોકલેટ શિફોન પાય ની રેસીપી - Chocolate Chiffon Pie ( Eggless Desserts Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચોકલેટ શિફોન પાય ની રેસીપી બનાવવા માટે

નાળિયેરના પડ માટે
૧ કપ ખમણેલું તાજું નાળિયેર
૨ ટેબલસ્પૂન ટેબલસ્પૂન સાકર
૨ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ

ચોકલેટ મુસ માટે
૧ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
૧/૪ કપ દૂધ
૧ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧ ૩/૪ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ
૨ ટીસ્પૂન મધ

સજાવવા માટે
૧/૪ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
કાર્યવાહી
નાળિયેરના પડ માટે

    નાળિયેરના પડ માટે
  1. એક નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર નાળિયેરને લગભગ ૫ થી ૭ મિનિટ અથવા તો તે સરખા પ્રમાણમાં બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહી ગરમ કરી લો.
  2. તે પછી તેમાં સાકર અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. આમ તૈયાર થયેલા નાળિયેરના મિશ્રણને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના નીચેથી ખુલે એવા કેક ટીનમાં પાથરીને હળવેથી દબાવી લો.
  4. આ કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.

ચોકલેટ મુસ માટે

    ચોકલેટ મુસ માટે
  1. એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ અને દૂધ મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરી લીધા પછી તેને બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
  2. હવે આ મિશ્રણને ખમણી અથવા ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
  3. બીજા એક બાઉલમાં સાકર અને બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવીને ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટ અને દૂધનું મિશ્રણ મેળવી ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
  5. છેલ્લે તેમાં વેનીલા એસેન્સ અને મધ મેળવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

આગળની રીત ચોકલેટ શિફોન પાય ની રેસીપી બનાવવા માટે

    આગળની રીત ચોકલેટ શિફોન પાય ની રેસીપી બનાવવા માટે
  1. નાળિયેરના તૈયાર કરેલા પડ પર ચોકલેટ મુસ તરત જ રેડીને પૅલેટ નાઇફ (palate knife) વડે સરખી રીતે પાથરી લો.
  2. તે પછી તેને રેફ્રીજરેટરમા ૨ થી ૩ કલાક અથવા પાય બરોબર સેટ થઇ જાય ત્યાં સુધી રાખો.
  3. તે પછી ટીનમાંથી પાયને કાઢીને તેના ૬ સરખા ટુકડા પાડી લો.
  4. બીટન વ્હીપ્ડ ક્રીમ વડે સજાવીને ઠંડું પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. તમે ચોકલેટ અને દૂધના મિશ્રણને ડબલ બોઇલરમાં પણ પીગળાવી શકો છો.

Reviews