કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | Coffee, Indian Style Instant Coffee

કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | coffee recipe in gujarati | with 10 amazing images.

ઇનસ્ટંન્ટ કોફી જેવી બીજી એકપણ વસ્તુ એવી નથી જે તમને ઉતેજ્જિત કરી તમારો દીવસ આનંદદાઇ બનાવે. આ ઇનસ્ટંન્ટ કોફીનો સ્વાદ ત્યારે જ મજેદાર લાગશે જ્યારે તેને ઉકાળી લીધા પછી તેમાં સાકર અને તે પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે. અહીં એક આદર્શ કોફી બનાવવાની રીત રજૂ કરી છે.

સરળ હોમમેઇડ કોફી એ વિશ્વભરના લાખો લોકો માટે ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર છે. જ્યારે દરેક પાસે દૂધ અને પાણી અને સાકરનું પોતપોતાનું પ્રમાણ હોય છે, અત્યારે પરફેક્ટ કપ કોફી કેવી રીતે બનાવવી તે અહીં છે.

કોફી રેસીપી માટે ટિપ્સ. ૧. આ રેસીપી માટે કોફી બીન્સ નહીં પણ ઇન્સ્ટન્ટ કોફી પાવડર ખરીદો. ૨. જો તમને તમારી કોફી ઓછી મીઠી ગમતી હોય, તો પ્રતિ માત્રા ૧ ટીસ્પૂન સાકર ઉમેરો. ૩. ચા-ટાઈમ પર તેને બિસ્કિટ સાથે પીરસો.

Coffee, Indian Style Instant Coffee recipe In Gujarati

ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી - Coffee, Indian Style Instant Coffee recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે
૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૮ ટીસ્પૂન સાકર
૨ કપ ગરમ દૂધ
કાર્યવાહી
    Method
  1. ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે, કોફી પીરસવાના કપમાં ૧ ટીસ્પૂન કોફી પાવડર, ૨ ટીસ્પૂન સાકર અને ૧ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી ૨ થી ૩ મિનિટ અથવા સાકર બરોબર ઓગળી જાય તેટલો સમય હલાવીને મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં ૧/૨ કપ દૂધ રેડી ધીમે ધીમે મિક્સ કરી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીના ૩ ગ્લાસ તૈયાર કરી લો.
  4. તરત જ પીરસો.

Reviews