પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | Paneer Koftas in Palak Gravy

પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા | paneer koftas in palak gravy in gujarati |

પનીર અને પાલક નું સયોજન એક પ્રીફેક્ટ મેચ છે! તેમના ટેક્સચર, રંગ, સ્વાદ, બધા એકબીજાને સુંદર રીતે પૂરક બનાવે છે, જે બંનેમાંથી શ્રેષ્ઠ રીતે બહાર લાવે છે.

પાલક ગ્રેવી માં પનીર કોફતા, પનીર કોફતાની એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે, જેને મોટા પ્રમાણમાં સ્વાદવાળી પાલક ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. કોફતા એક ક્ષણમાં તૈયાર છે કારણ કે તે માઇક્રોવેવમાં બનાવામાં આવ્યા છે - કોઈ બાફવાનું નથી ને કોઈ ડીપ-ફ્રાયિંગ પણ નથી.

Paneer Koftas in Palak Gravy recipe In Gujarati

This recipe has been viewed 2187 times

Paneer Koftas in Palak Gravy - Read in English 


પાલક ગ્રેવી માં પનીર કોફતા | પનીર કોફતા નું શાક | પાલક ગ્રેવી માં કોફતા - Paneer Koftas in Palak Gravy recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

એક પેસ્ટ તૈયાર કરવા માટે
૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧ ટેબલસ્પૂન ખસખસ
૧/૨ ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ
૧ ટીસ્પૂન વીલાયતી વરિયાળી
૨ ટેબલસ્પૂન પાણી

કોફતા માટે
૧ કપ ખમણેલું પનીર
૨ ટેબલસ્પૂન મેંદો
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
એક ચપટી બેકિંગ સોડા
મીઠું , સ્વાદાનુસાર

પાલક ગ્રેવી માટે
૧ ૧/૨ કપ બારીક સમારેલી પાલક
૫ ટેબલસ્પૂન દહીં
૧ ટીસ્પૂન કોર્નફલોર
૧ ટેબલસ્પૂન ઘી
૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ખાંડ
૧ ૧/૨ ટેબલસ્પૂન દૂધ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
કોફતા બનાવવા માટે

    કોફતા બનાવવા માટે
  1. બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને બરાબર મિક્સ કરી લો.
  2. આ મિશ્રણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળાકારમાં વાળીને તૈયાર કરી લો.
  3. માઇક્રોવેવ-સેફ ડીશ તૈયાર કોફતા મૂકો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો. એક બાજુ રાખો.

પાલકની ગ્રેવી બનાવવા માટે

    પાલકની ગ્રેવી બનાવવા માટે
  1. એક બાઉલમાં દહીં અને કોર્નફલોર ભેગું કરો અને સારી રીતે મિક્સ કરી લો. એક બાજુ પર રાખો.
  2. ઊંડા માઇક્રોવેવ-સેફ બાઉલમાં પાલક અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગું કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.
  3. પાલક અને ૧/૪ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સુંવાળુ થવા સુધી મિશ્રણને પીસી લો. એક બાજુ રાખો.
  4. એક બીજા ઊંડા માઇક્રોવેવ-સેફ બાઉલમાં ઘી અને તેલ ભેગું કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.
  5. દહીં-કોર્નફ્લોર મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.
  6. પછી તેમાં પાલકની પ્યુરી, તૈયાર કરેલી પેસ્ટ, ખાંડ, દૂધ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

આગળની રીત

    આગળની રીત
  1. પાલક ગ્રેવીમાં તૈયાર કોફતા ઉમેરો, ધીમે થી મિક્સ કરો અને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.
  2. તરત જ પીરસો.

Reviews