સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા | Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha

આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.

Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha recipe In Gujarati

સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા - Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૧/૨ કપ ચોખાનો લોટ
૩/૪ કપ ઘઉંનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
દૂધ , મસળવા માટે

કોલીફ્લાવરના પૂરણ માટે
૧ કપ ઝીણી સમારેલી ફૂલકોબી
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ઝીણો સમારેલો ફૂદીનો
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક બાઉલમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ, તેલ અને મીઠું મેળવી, જરૂર પુરતું દૂધ નાંખી, સારી રીતે મિક્સ કરી, કડક કણિક તૈયાર કરો.
  2. ઢાંકણ વડે ઢાંકી, ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

કોલીફ્લાવરના પૂરણ માટે

    કોલીફ્લાવરના પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબી, મીઠું, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. હવે તેમાં કોથમીર, ફૂદીનો, લીલા મરચાં અને મરીનો પાવડર ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  3. પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૬ સરખા ભાગ પાડો.
  2. એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવા પર તેલ ચોપડી તેની ઉપર એક રોટી મૂકો અને પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર મૂકો.
  4. હવે બાકીના ભાગની રોટી, પૂરણ મૂકેલા ભાગ તરફ વાળી લો જેથી અર્ધ-ગોળાકાર બને. વાળીને ધીરેથી પૂરણ બહાર ન આવે તે રીતે દબાવી દો.
  5. પછી પરાઠાને થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  6. રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.
  7. તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો

Reviews