You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > કાંચીપૂરમ ઇડલી કાંચીપૂરમ ઇડલી | Kanchipuram Idli, Kancheepuram Idli, Kovil Idli તરલા દલાલ કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો પ્રસાદ વેચાતો લેવા માટે મોટી કતારમાં કષ્ટ ભોગવીને ઊભા રહેવા તૈયાર હોય છે. ખરેખર ઝીણવટથી તૈયાર કરેલી આ ઇડલીમાં માફકસરના મસાલા મેળવીને એવી તૈયાર કરવામાં આવે છે કે તેની સોડમથી જ મોઢામાં પાણી છુટી જશે. અહીં તમારા રસોડામાં આવી મજેદાર ઇડલી બનાવવાની રીત જણાવી છે જેમાં ખીરાને ઇડલીના પાત્રમાં રેડીને ઇડલી તૈયાર કરવામાં આવે છે, પણ પારંપારીક શૈલીમાં તો તે નાની નાની કટોરીમાં કે પછી મોટા ગોળ વાસણમાં બનાવીને તેના ચોરસ કે ત્રિકોણ ટુકડા કરવામાં આવે છે. Post A comment 25 May 2021 This recipe has been viewed 8958 times कांचीपुरम इडली रेसिपी | मसाला इडली | होटल जैसी कांचीपुरम इडली | कोवील इडली - हिन्दी में पढ़ें - Kanchipuram Idli, Kancheepuram Idli, Kovil Idli In Hindi kanchipuram idli recipe | kancheepuram idli | Tamil Kovil idli | easy South Indian breakfast | - Read in English Kanchipuram Idli Video કાંચીપૂરમ ઇડલી - Kanchipuram Idli, Kancheepuram Idli, Kovil Idli recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |જૈન નાસ્તાની રેસિપિવિવિધ પ્રકારની ઈડલીદક્ષિણ ભારતીય નાસ્તાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટતમિળનાડુ પ્રદેશના વિવિધ વ્યંજનદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છે તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૪ કલાક   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૨૮૦4 કલાક 40 મિનિટ    ૨૫ઇડલી માટે મને બતાવો ઇડલી ઘટકો ૧/૨ કપ અડદની દાળ૧/૨ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકડા ચોખા)૧/૨ કપ ચોખા (કાચા) મીઠું , સ્વાદાનુસાર એક ચપટીભર હળદર૧/૨ ટીસ્પૂન સૂંઠ૧/૨ ટીસ્પૂન જીરૂ૩ આખા કાળા મરી૧ ટીસ્પૂન તલનું તેલ૧ ટેબલસ્પૂન ઘી૧/૨ ટેબલસ્પૂન ચણાની દાળ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન અડદની દાળ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટેબલસ્પૂન સમારેલા કાજુ૮ કડીપત્તા તેલ , ચોપડવા માટેપીરસવા માટે કોલંબૂ નાળિયેરની ચટણી કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં અડદની દાળ સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.બીજા એક ઊંડા બાઉલમાં અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખા સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો.હવે પલાળેલી અડદની દાળ ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી, પેસ્ટને બીજા એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.તે પછી અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખાને ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૧/૨ કપ પાણી સાથે ફેરવીને અર્ધકચરી પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને આગળ તૈયાર કરેલી અડદની દાળની પેસ્ટ સાથે મેળવી લો. તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આમ તૈયાર થયેલા મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ઠંડી જગ્યા પર ૧૦ થી ૧૨ કલાક રાખી મૂકો.આથો તૈયાર થયા પછી, તેમાં હળદર અને સૂંઠ મેળવી સારી રીતે મિક્સ કરી મિશ્રણને બાજુ પર રાખો.હવે એક ખાંડણીમાં જીરૂ અને કાળા મરી ઉમેરીને પરાઇ વડે અર્ધકચરો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.એક નાના નૉન-સ્ટીક પૅનમાં તલનું તેલ તથા ઘી ગરમ કરી, તેમાં ચણાની દાળ નાંખી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં રાઇ, અડદની દાળ, જીરા અને મરીનો પાવડર અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાજુ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.આમ તૈયાર થયેલા વઘારને ખીરામાં ઉમેરી સારી રીતે મિક્સ કરીને એક ચમચા જેટલું ખીરૂ ઇડલીના દરેક તેલ ચોપડેલા મોલ્ડમાં રેડી લો.આ મોલ્ડને ઇડલી બાફવાના પાત્રમાં મૂકી ૧૦ મિનિટ સુધી ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.આ જ રીતે બાકી રહેલા ખીરા વડે બીજી વધુ ઇડલી તૈયાર કરો.દરેક ઇડલીને થોડી ઠંડી પાડ્યા પછી મોલ્ડમાંથી કાઢી લો.કોલંબૂ પાવડર અને નાળિયેરની ચટણી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન