You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > જૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિ > મેથી પાપડ રેસીપી મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | Methi Papad ( Gujarati Recipe) તરલા દલાલ મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | methi papad recipe in Gujarati | with 15 amazing images.અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. મેથીના દાણામાં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે. સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા નાંખીએ છીએ, જ્યારે આ વાનગીમાં મેથીનો પુષ્કળ ઉપયોગ થવાથી તે એક અસામાન્ય વાનગી બને છે. આ વાનગી સ્વાદમાં જરૂર કડવી છે, છતાં તે અતિ સ્વાદિષ્ટ બને છે. ભાત અને અથાણા સાથે ગરમ ખાઇને તેનો આનંદ માણો. Post A comment 04 Mar 2022 This recipe has been viewed 12686 times मेथी पापड़ की रेसिपी | मेथी पापड़ की सब्जी | दाना मेथी पापड़ की सब्जी | राजस्थानी मैथी पापड़ की सब्जी | - हिन्दी में पढ़ें - Methi Papad ( Gujarati Recipe) In Hindi methi papad recipe | methi papad nu shaak | Rajasthani methi papad | methi papad ki sabzi | - Read in English મેથી પાપડ રેસીપી - Methi Papad ( Gujarati Recipe) in Gujarati Tags ગુજરાતી શાક વાનગીઓજૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિજૈન પર્યુષણ ના વ્યંજનઝટ-પટ શાકસુકા શાકની રેસીપીપારંપારીક ભારતીય શાકજૈન શાક રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૩ મિનિટ   કુલ સમય : ૬૩1 કલાક 3 મિનિટ    ૪ માત્રા માટે ઘટકો ૧ ૧/૨ ટેબલસ્પૂન મેથીના દાણા૧ ૧/૨ કપ કાચા પાપડ , ટુકડા કરેલા૨ ૧/૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૪ ટીસ્પૂન હીંગ૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર૧ ટેબલસ્પૂન ખમણેલો ગોળમીઠું , સ્વાદાનુસારપીરસવા માટે રોટલી કાર્યવાહી Methodગરમ પાણીમાં મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.હવે એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મેથીના દાણાને ૩ સીટી સુધી બાફીને નીતારી લીધા પછી બાજુ પર રાખો.હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ૧ ૧/૨ કપ પાણી, હળદર, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીમા તાપ પર પાણી ઉકળવા માંડે ત્યાં સુધી રાંધી લો.તે પછી તેમાં મેથી અને પાપડ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:આ વાનગીમાં તમને મેથીના દાણાની કડવાશ ન ગમતી હોય તો તમે ૧/૨ કપ મેથીની ભાજીનો ઉપયોગ કરી શકો છો. રીત ક્રમાંક ૪ માં જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લીધા પછી આગળની રીતે તૈયાર અનુસરવી. વિગતવાર ફોટો સાથે મેથી પાપડ રેસીપી મેથી પાપડ નું શાક બનાવવા માટે રાજસ્થાની મેથી પાપડ નું શાક બનાવવા માટે, મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી પૂરતા ગરમ પાણીમાં પલાળીને રાખો. તમારા આહારમાં મેથીના દાણા ઉમેરવાની આ એક સરસ રીત છે. મેથીના દાણા ડાયાબિટીઝના દર્દીઓ માટે સારા છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અહીં મેથીના દાણાના કેટલાક ફાયદા છે. અડધા કલાક પછી મેથીનાં દાણા સારી રીતે ગાળી લો. મેથીના દાણાને પ્રેશર કૂકરમાં નાખો. પૂરતું પાણી ઉમેરો અને ૩ સીટીઓ માટે પ્રેશર કૂક કરો. વધારેનું પાણી ગાળી લો અને એક બાજુ રાખો. મેથીના દાણા ઉકળયા પછી અંગૂઠો અને આંગળીના દબાણથી પર આકાર એવો જ રાહવો જોઈએ. જો તેઓ વધારે ઉકાળવામાં આવે છે અને ફાટી જાય છે, તો તે પાપડ મેથી ના શાકને કડવો સ્વાદ આપશે. કડવાશને સંપૂર્ણપણે દૂર કરવા માટે તમે ઉકળયા પછી મેથીના દાણાને વૈકલ્પિક રીતે ધોઈ શકો છો. ગુજરાતી મેથી પાપડ ના શાક ને વધાર કરવા માટે, એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઇ અને હિંગ નાંખો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ૧ ૧/૨ કપ પાણી ઉમેરો. કડવાશ ટાળવા માટે, તમે મેથીના દાણાને ૧/૨ કપ સમારેલી મેથીના પાનથી બદલી શકો છો. જો તમે મેથીનાં પાનનો ઉપયોગ કરો છો, જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેને ઉમેરો અને ૩ થી ૪ મિનિટ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો અને રેસીપી મુજબ ચાલુ રાખો. તેમાં હળદર નાખો. મસાલાની ખૂબ જ જરૂરિયાત માટે મરચું પાવડર નાખો. તેમાં ધાણા-જીરા પાવડર નાખો. મેથી પાપડમાં મેથીના દાણાની કડવાશ કાપવા માટે ગોળ ઉમેરો. મીઠું નાખો. સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીમા તાપ પર પાણી ઉકળવા માંડે ત્યાં સુધી રાંધી લો. તેમાં મેથી નાખો. પાપડ ઉમેરો. કોઈપણ પાપડનો ઉપયોગ કરો કે જે તમારી પાસે ઉપલબ્ધ હોય અથવા તમને ગમે. અમે કાચા અળદની દાળ પાપડ વાપરી રહ્યા છીએ. તમે તમારી પસંદગી મુજબ ઉમેરતા પહેલા તેને શેકી, ઉકાળી અથવા તળી શકો છો. સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો. આપણું રાજસ્થાની મેથી પાપડ નું શાક તૈયાર છે. મેથી પાપડને | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | methi papad in gujarati | તરત રોટલી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન