You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ક્રીમી સૂપ > પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી | Nutritious Pumpkin Carrot Soup તરલા દલાલ તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે. આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ ઉપકાર ગણી શકાય. તે જ્યારે ગરમ અને તાજું હોય ત્યારે જ તમે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપને આનંદથી માણો. Post A comment 05 Jan 2025 This recipe has been viewed 5808 times कद्दू का सूप रेसिपी | कद्दू गाजर का सूप | रक्तचाप कम करने के लिए स्वस्थ कद्दू का सूप | - हिन्दी में पढ़ें - Nutritious Pumpkin Carrot Soup In Hindi pumpkin carrot soup | Indian style pumpkin carrot soup | healthy kaddu gajar soup | pumpkin carrot soup to lower blood pressure | - Read in English પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી - Nutritious Pumpkin Carrot Soup recipe in Gujarati Tags ક્રીમી સૂપપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપૅનપૌષ્ટિક સૂપએસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવુંમલાઇદાર સૂપઝટ-પટ સૂપ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૭ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ મોટું સમારેલું લાલ કોળું૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન સુવાના બી૧/૨ કપ મોટા સમારેલા કાંદા૧ કપ મોટા સમારેલા ગાજર૧/૪ ટીસ્પૂન મીઠું તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં સુવાના બી નાંખી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં લાલ કોળું અને ગાજર નાંખી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.તે પછી આ મિશ્રણને મીક્સરમાં ફેરવી મિશ્રણને સુંવાળું તૈયાર કરો.આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં રેડી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન