You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > બિરયાની > થ્રી ઇન વન રાઇસ થ્રી ઇન વન રાઇસ | Three-in-one Rice તરલા દલાલ ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી જશે. Post A comment 12 Feb 2016 This recipe has been viewed 5665 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD थ्री इन वन राईस - हिन्दी में पढ़ें - Three-in-one Rice In Hindi Three-in-one Rice - Read in English થ્રી ઇન વન રાઇસ - Three-in-one Rice recipe in Gujarati Tags બિરયાનીબેકડ ઇન્ડિયન રેસિપીદિવાળીની રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનઓવન ઇન્ડિયન રેસિપિ | ઓવન શાકાહારી રેસિપિ | તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બેકીંગનુ તાપમાન: ૧૮૦°C (૩૬૦°F)   બેકીંગનો સમય: ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૫૦ મિનિટ    ૬માત્રા માટે ઘટકો ઑરેન્જ ભાત માટે૧ ૧/૨ કપ રાંધેલા ભાત૩/૪ કપ સમારેલા ટમેટા૧/૨ ટેબલસ્પૂન ઘી૧/૪ કપ સમારેલા કાંદા૧/૨ કપ ખમણેલા ગાજર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં૧/૨ ટીસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસારસફેદ ભાત માટે૧ ૧/૪ કપ કપ રાંધેલા ભાત૧/૨ ટેબલસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન શાહ જીરું૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૪ કપ સમારેલું પનીર મીઠું , સ્વાદાનુસારલીલા ભાત માટે૧ ૧/૪ કપ રાંધેલા ભાત૧/૨ ટેબલસ્પૂન ઘી૧/૪ કપ સમારેલા કાંદા૧/૪ કપ બાફેલા લીલા વટાણા મીઠું , સ્વાદાનુસારપીસીને સુંવાળી લીલી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીનો ઉપયોગ કરીને)૧/૨ કપ સમારેલી કોથમીર૨ લીલા મરચાં , સમારેલા૨ કળી લસણ૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો૧/૨ ટીસ્પૂન લીંબુનો રસઅન્ય સામગ્રી૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે૨ ટેબલસ્પૂન દુધ કાર્યવાહી ઑરેન્જ ભાત માટેઑરેન્જ ભાત માટેએક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પલ્પ તૈયાર કરી તેને ગાળીને બાજુ પર રાખો.એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ગાજર મેળવી વધુ ૧ મિનિટ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલી ટમેટાની પલ્પ, લીલા મરચાં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં રાંધેલા ભાત મેળવી મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.સફેદ ભાત માટેસફેદ ભાત માટેએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં ભાત અને પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા-થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.લીલા ભાત માટેલીલા ભાત માટેએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ મેળવી, ફરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં રાંધેલા ભાત, લીલા વટાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક માઇક્રોવેવ પ્રુફ બેકિંગ બાઉલમાં તેલ ચોપડી, તેમાં લીલા ભાત પાથરી લીધા પછી ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.તે પછી તેની પર સફેદ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.છેલ્લે તેની પર ઑરેન્જ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.તેની પર સરખી રીતે દૂધ રેડી લીધા પછી બાઉલને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦સે (૩૬૦૦ફે) તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવને હાઇ (high) પર મુકી ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.પીરસવાના થોડા સમય પહેલા, એક પ્લેટમાં બાઉલને ઉંધુ કરીને ભાત કાઢી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/three-in-one-rice-gujarati-1545rથ્રી ઇન વન રાઇસShivani on 10 Jul 17 04:43 PM5Three-in-one Rice, good recipe PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન