કોકમ શરબત ની રેસીપી જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી ....
મલાઇ પેંડા અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચન ....