ટમેટા અને મેથીવાળા ભાત લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે.