કેબેજ ઍન્ડ દાલ પરાઠા કેબેજ ઍન્ડ દાલ પરાઠા, અનાજ, કઠોળ અને શાકભાજીનું એક શાનદાર મિશ્રણ છે. આ સમતોલ વાનગીને તમે, અડધા ઘઉંના લોટને બદલે, સોયા અથવા નાચણીનો લોટ વાપરી, વધુ આરોગ્યવર્ધક બનાવી શકો છો. સમતોલ દાળની કૂણાશ, કોબીનું કરકરૂપણું અને વરિયાળી અને ફૂદીનાની ખુશ્બુ ને કારણે તમને આ પરોઠા જરૂરથી ભાવશે.