You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > કેબેજ ઍન્ડ દાલ પરાઠા કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | Cabbage and Dal Paratha તરલા દલાલ કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ, કઠોળ અને શાકભાજીનું એક શાનદાર મિશ્રણ છે. આ સમતોલ વાનગીને તમે, અડધા ઘઉંના લોટને બદલે, સોયા અથવા નાચણીનો લોટ વાપરી, વધુ આરોગ્યવર્ધક બનાવી શકો છો. સમતોલ દાળની કૂણાશ, કોબીનું કરકરૂપણું અને વરિયાળી અને ફૂદીનાની ખુશ્બુ ને કારણે તમને આ પરોઠા જરૂરથી ભાવશે. કેબેજ એન્ડ દાલ પરાઠા માટે ટિપ્સ. ૧. મગની દાળ રાંધતી વખતે, ખાતરી કરો કે દરેક દાણો અલગ હોય. ભરણ માટે આ આવશ્યક છે. ૨. રોટલીને પૂર્વાર્ધમાં હળવી શેકી લેવાથી પૂરણ ભર્યા પછી પણ તે એકસમાન શેકાય છે. ૩. ફુદીનાના પાનને સમારેલી કોથમીરથી બદલી શકાય છે. Post A comment 11 Aug 2021 This recipe has been viewed 7713 times पत्तागोभी एण्ड दाल पराठा रेसिपी | केबेज एण्ड दाल पराठा | हेल्दी पत्ता गोभी दाल पराठा | - हिन्दी में पढ़ें - Cabbage and Dal Paratha In Hindi cabbage and dal paratha recipe | Indian dal stuffed paratha | patta gobhi moong dal paratha | healthy breakfast recipe - Read in English Cabbage and Dal Parathas Videos કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી - Cabbage and Dal Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | થેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૫ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો કણિક માટે૧ કપ ઘઉંનો લોટ મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન તેલપૂરણ માટે૩/૪ કપ ઝીણી સમારેલી કોબી૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , પલાળેલી અને હલકી ઉકાળેલી૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન વરિયાળી૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૫ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાના પાન૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટેબલસ્પૂન આમચૂર મીઠું , સ્વાદાનુસારઅન્ય સામગ્રી ઘઉંનો લોટ , વણવા માટે તેલ , ચોપડવા અને શેકવા માટેપીરસવા માટે તાજું દહીં અથાણું કાર્યવાહી કણિક માટેકણિક માટેએક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.ઢાંકણ વડે ઢાંકી ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, વરિયાળી અને કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં લીલા મરચાં અને કોબી ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં મગની દાળ, ફૂદીનો, હળદર, આમચૂર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિક ગુંદી લો અને કણિકને ૫ સરખા ભાગમાં વહેંચો.કણિકના દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને રોટીને દરેક બાજુ ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી હલકા બ્રાઉન ડાઘ દેખાય ત્યાં સુધી પકાવો.હળવા હાથે રાંધેલી રોટલીને સપાટ, સૂકી સપાટી પર મૂકો, તૈયાર કરેલા પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર ફેલાવો અને તેને ફોલ્ડ કરીને અર્ધવર્તુળ બનાવો.એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેના પર થોડું તેલ ચોપડી લો.તેના પર પરાઠા મૂકો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.ઉપર પ્રમાણે, બાકીના કણિક અને પૂરણ વડે, બાકીનો ૪ પરોઠા બનાવી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન