તરકારી ખીચડી જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.