તરકારી ખીચડી | Tarkari Khichdi

જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.

Tarkari Khichdi recipe In Gujarati

This recipe has been viewed 7568 times

तरकारी खिचड़ी की रेसिपी - हिन्दी में पढ़ें - Tarkari Khichdi In Hindi 
Tarkari Khichdi - Read in English 


તરકારી ખીચડી - Tarkari Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ બ્રાઉન ચોખા
૧/૪ કપ પીળી મગની દાળ
૧/૪ કપ સ્લાઇસ કરેલું ફૂલકોબી
૧/૪ કપ છોલીને ટુકડા કરેલા બટેટા
૧/૪ કપ સ્લાઇસ કરેલા રીંગણા
૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટેબલસ્પૂન લીલી પેસ્ટ
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. ચોખા અને મગની દાળને જરૂરી પાણી સાથે ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરને ગરમ કરી તેમાં જીરૂ મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સુકું શેકી લો.
  3. તે પછી તેમાં ફૂલકોબી, બટાટા, રીંગણા, કાંદા, હળદર, મરચાં પાવડર, લીલા મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સૂકા શેકી લો.
  4. તે પછી તેમાં નીતારેલા બ્રાઉન ચોખા, મગની દાળ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  6. આ ખીચડીને હળવેથી મિક્સ કરી તરત જ પીરસો.

Reviews