નાળિયેરની ચટણી જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
નાળિયેરની ચટણી નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ ....