તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
પંચમેળ ખીચડી આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
હાંડી ખીચડી હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....