હાંડી ખીચડી | Handi Khichdi ( Chawal)

હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ખીચડીની વાનગી રજૂ કરી છે. તમને આ ખીચડી એટલી ભાવશે કે તે તમે વારંવાર જરૂર બનાવશો.

Handi Khichdi (  Chawal) recipe In Gujarati

This recipe has been viewed 5429 times

हान्डी खिचड़ी - हिन्दी में पढ़ें - Handi Khichdi ( Chawal) In Hindi 
Handi Khichdi ( Chawal) - Read in English 


હાંડી ખીચડી - Handi Khichdi ( Chawal) recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદમાં નીતારેલા
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ છોલેલા બટાટાના ટુકડા
૧/૪ કપ લીલા વટાણા
૧/૨ કપ ફૂલકોબીના ફૂલ
૨ ટેબલસ્પૂન તેલ
એલચી
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો

પીરસવા માટે
છાસ
પાપડ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં કોથમીર, કાંદા, ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબી, તેલ, ચોખા, એલચી અને તજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આમ તૈયાર થયેલા આ મિશ્રણને એક હાંડીમાં નાંખો અને તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છાસ અને પાપડ સાથે તરત જ પીરસો.

Reviews