સોયાનો લોટ રેસીપી
Last Updated : Aug 12,2024


Soy flour recipes in English
सोया का आटा रेसिपी - हिन्दी में पढ़ें (Soy flour recipes in Hindi)

રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
સોયા ખમણ ઢોકળા રેસીપી | ઇન્સ્ટન્ટ સોયા ખમણ ઢોકળા | ફોલિક એસિડ અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા | soya khaman dhokla in Gujarati | with 30 images. સોયા ખમણ ઢોકળા એ તમારા ....