You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ચિલા, પૅનકેક સવારના નાસ્તા > કાકડી અને સોયાના પૅનકેક કાકડી અને સોયાના પૅનકેક | Cucumber Soya Pancake તરલા દલાલ રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો એક અભૂતપૂર્વ જોડાણ બને છે. Post A comment 19 Apr 2016 This recipe has been viewed 10564 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD कुकुम्बर सोया पॅनकेक - हिन्दी में पढ़ें - Cucumber Soya Pancake In Hindi Cucumber Soya Pancake - Read in English Cucumber Soya Pancake Video કાકડી અને સોયાના પૅનકેક - Cucumber Soya Pancake recipe in Gujarati Tags ચિલા, પેનકેક સવારના નાસ્તાતવા રેસિપિસતવો વેજસવારના નાસ્તાની ઝટપટ રેસીપીસ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલાહાઇ પ્રોટીન આંતરરાષ્ટ્રીય વ્યંજન તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૮પૅનકેક માટે મને બતાવો પૅનકેક ઘટકો ૧ કપ જાડી ખમણેલી કાકડી૧/૨ કપ સોયાનો લોટ૧/૨ કપ રવો૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં મીઠું , સ્વાદાનુસાર૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટેપીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી કાર્યવાહી Methodએક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, ૧ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરો અને રેડી શકાય એવું ખીરૂ તૈયાર કરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.તેના પર ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પૅનકેક બનાવો.હવે પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.પૌષ્ટિક લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો. Nutrient values એક પૅનકેક માટેઊર્જા ૬૫ કૅલરીપ્રોટીન ૩.૧ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૮.૧ ગ્રામચરબી ૨.૩ ગ્રામફાઇબર ૧.૩ ગ્રામલોહતત્વ ૦.૭ મીલીગ્રામવિટામિન એ ૧૪૯.૯ માઇક્રોગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/cucumber-soya-pancake-gujarati-4651rકાકડી અને સોયાના પૅનકેકBhavana Patel on 08 Jul 17 01:33 PM5 good healthy recipe, Cucumber Soya Pancake Edited after original posting. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન