બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી - Beans and Cream Cheese Potatoes

Beans and Cream Cheese Potatoes recipe In Gujarati

This recipe has been viewed 1273 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

बीन्स् एण्ड क्रीम चीज़ पटॅटोस् - हिन्दी में पढ़ें - Beans and Cream Cheese Potatoes In Hindi 


બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શાકભાજી સાથે કંઇ બનાવીને બાળકોને પીરસવાની ઇચ્છા થતી હોય. અહીં બાફેલા બટાટાની એક આકર્ષક રીત રજૂ કરી છે જેમાં બટાટાની અંદર જગ્યા પાડી તેમાં તીખા સ્વાદવાળું શાકનું પૂરણ ભરી તેની ઉપર ચીકણું ક્રીમ ચીઝ પાથરીને આ વાનગી તૈયાર કરી છે જે બાળકોને એવી ભાવશે કે આ બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટોનો એક કોળિયો ખાતાની સાથે તે ક્યારે આખું ખાઇ ગયા તેની તમને જાણ પણ નહીં થાય.

બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી - Beans and Cream Cheese Potatoes recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮માત્રા માટે

ઘટકો

બટાટા માટે
૪ છાલ સાથે બાફેલા બટાટા

બીન્સ્ ના ટોપીંગ માટે
૩/૪ કપ બેક્ડ બીન્સ્
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને ક્રીમ ચીઝનું મિશ્રણ તૈયાર કરવા માટે
૧/૨ કપ જેરી લીધેલું ઘટ્ટ દહીં
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
કોથમીરની ડાળખી
કાર્યવાહી
બટાટા માટે

  બટાટા માટે
 1. દરેક બટાટાના આડા બે ટુકડા કરી લો.
 2. દરેક ભાગની મધ્યમાં ચમચા વડે નાનો ઊંડો ખાડો પાડી લો જેથી તેમાં પૂરણ ભરી શકાય. તે પછી તેને બાજુ પર રાખો.

બીન્સ્ ના ટોપીંગ માટે

  બીન્સ્ ના ટોપીંગ માટે
 1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમેટા કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. બટાટાના દરેક ભાગમાં તૈયાર કરેલા બીન્સ્ ના ટોપીંગનો એક એક ભાગ ભરી તેની પર એક ચમચા જેટલું ક્રીમ ચીઝ પાથરી લો.
 2. કોથમીરની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. બટાટાને મીઠાવાળા પાણીમાં બાફવા જેથી બેસ્વાદ ન લાગે.
 2. જો તમારા બાળકોને છાલવાળા બટાટા ન ભાવે, તો બટાટાને છોલીને આ વાનગીની રીત પ્રમાણે બનાવો.

Reviews

બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી
 on 14 Feb 19 09:16 PM
5