લીલા વટાણાની ચાટ | Hare Mutter ki Chaat, Green Pea Chaat

ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.

Hare Mutter ki Chaat, Green Pea Chaat recipe In Gujarati

This recipe has been viewed 7827 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

हरे मटर की चाट - हिन्दी में पढ़ें - Hare Mutter ki Chaat, Green Pea Chaat In Hindi 


લીલા વટાણાની ચાટ - Hare Mutter ki Chaat, Green Pea Chaat recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ તાજા બાફેલા લીલા વટાણા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન સંચળ
૧/૪ ટીસ્પૂન સૂંઠ
૧ ટીસ્પૂન આમચૂર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧/૪ કપ વલોવેલું તાજું દહીં
૨ ટેબલસ્પૂન મીઠી ચટણી
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા
૧/૪ ટીસ્પૂન જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ બટાટાની સળી
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, હીંગ અને લીલા વટાણા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં સંચળ, સૂંઠ, આમચૂર, કોથમીર, લીલા મરચાં અને ચાટ મસાલો ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં લાલ મરચાંનો પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. ગેસ પરથી નીચે ઉતારી, મિશ્રણને એક બાઉલમાં કાઢો.
  5. આ મિશ્રણ પર દહીં અને મીઠી ચટણી પાથરી, તેની પર કોથમીર, ટમેટા, જીરા પાવડર, લાલ મરચાંનો પાવડર અને મીઠું સમાનરૂપે ભભરાવો.
  6. થોડી બટાટાની સળી વડે સમાનરૂપે સજાવી, તરત જ પીરસો.

Reviews

લીલા વટાણાની ચાટ
 on 06 Sep 17 11:37 AM
5