બ્રાઉની વિથ વાઇટ ચોકલેટ કેજ | Brownie with White Chocolate Cage

બહુ આકર્ષક અને નજરને ગમી જાય એવી આ ડાર્ક ચોકલેટની બ્રાઉની સાથે વેનીલા આઇસક્રીમ તેને વધુ સ્વાદિષ્ટ અને પાર્ટીમાં પીરસી શકાય એવી બનાવે છે.

Brownie with White Chocolate Cage recipe In Gujarati

This recipe has been viewed 2995 times



બ્રાઉની વિથ વાઇટ ચોકલેટ કેજ - Brownie with White Chocolate Cage recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ટુકડા માટે

ઘટકો

બ્રાઉનની માટે
૧ કપ મેંદો
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૨ ટીસ્પૂન બેકીંગ સોડા
૨ કપ ડાર્ક ચોકલેટ , સમારેલી
૧/૨ કપ માખણ , નરમ કરેલું
૧/૪ કપ કેસ્ટર સુગર
૧/૪ કપ દહીં , જેરી લીધેલું
૧ ટીસ્પૂન વેનીલા ઍસેન્સ
૧/૨ કપ અખરોટ , સમારેલા

બીજી જરૂરી વસ્તુઓ
૧ ટીસ્પૂન માખણ , ચોપડવા માટે
ગ્રીસ પ્રુફ પેપર , પાથરવા માટે

વાઇટ ચોકલેટના કેજ માટે
૩ કપ વાઇટ ચોકલેટ , સમારેલી
૮ બલુન (ફૂગા)
કાર્યવાહી
    Method
  1. ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના એક છીછરી માઇક્રોવેવ પ્રુફ ડીશ પર માખણ ચોપડીને બાજુ પર રાખો.
  2. મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડાને ચાળણી વડે ચાળીને બાજુ પર રાખો.
  3. હવે માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરીને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લીધા પછી તેને બહાર કાઢીને હળવેથી હલાવીને સુંવાળું બનાવીને બાજુ પર રાખો.
  4. બીજા એક બાઉલમાં માખણ અને કેસ્ટર સુગર મેળવીને લાકડાના ચમચા વડે મિશ્રણને સુંવાળું અને મલાઇદાર બને ત્યાં સુધી મિક્સ કરી લો.
  5. હવે આ મિશ્રણમાં પીગળાવેલી ચોકલેટ મેળવી હળવેથી મિક્સ કરી લો.
  6. તે પછી તેમાં દહીં, વેનીલા ઍસેન્સ, લોટનું મિશ્રણ અને અખરોટ મેળવી હળવેથી મિક્સ કરી લો.
  7. આમ તૈયાર થયેલું ખીરૂ ગ્રીસ કરેલી ડીશ પર રેડી ૩ મિનિટ સુધી ઉંચા તાપમાન પર માઇક્રોવેવ કરી લો.
  8. માઇક્રોવેવનું તાપમાન ૭૦% ઓછું કરી ૧ મિનિટ સુધી ફરી માઇક્રોવેવ કરી લીધા પછી, તેને બહાર કાઢીને બાજુ પર રાખો.
  9. આ કેકના ૮ સરખા લંબચોરસ ટુકડા કરી બાજુ પર રાખો.

વાઇટ ચોકલેટના કેજ માટે

    વાઇટ ચોકલેટના કેજ માટે
  1. બધા બલુનને મધ્યમ કદમાં ફુગાવીને બાંધી લો. તે પછી બલુનને પાણીથી ધોઇને સૂકા કરીને બાજુ પર રાખો.
  2. એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ મૂકીને ઉંચા તાપ પર ૧ મિનિટ ૩૦ સેકંડ સુધી અથવા ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી દર ૩૦ સેકંડે એક વખત હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.
  3. આ પીગળાવેલી ચોકલેટને ડિસ્પોઝેબલ પાઇપીંગ બેગમાં ભરી તેની ઉપરની બાજુ બંધ કરી લો, અને તેની બીજી નોકદાર બાજુમાં કાતર વડે કાપીને ઝીણું કાણું પાડી લો, જેથી તેમાંથી ચોકલેટનું પાઇપીંગ કરવું સહેલું પડે.
  4. હવે એક બલુનની પહોળી બાજુ પર આ પાઇપીંગ બેગ વડે પીગળાવેલી ચોકલેટથી ક્રીસક્રોસ ડીઝાઇન બનાવી લો. અહીં ધ્યાન રાખવું કે આ ડીઝાઇન બલુનના અડધા ભાગ પર બનાવવાની છે, જેથી તેનો ગોળ ગુંબજનો આકાર બની જાય.
  5. હવે આ બલુનને તેની ગાંઠ બાંધેલી બાજુ નીચેની તરફ રહે તે રીતે તેને એક ગ્લાસમાં મૂકી દો.
  6. રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બાકીના ૭ કેજ તૈયાર કરો.
  7. બધા બલુનને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ રાખી મૂકો.
  8. એક વખત બલુન પર ચોકલેટ બરોબર સેટ થઇ જાય, તે પછી તેને ફ્રીજમાંથી બહાર કાઢી બધા બલુનની ગાંઠવાળી ઉપરની બાજુ પર સોઇથી કાણું પાડી બલુનને તોડી નાંખો.
  9. બલુન કાઢી નાંખો અને કેજ તૈયાર છે.
  10. તેને રેફ્રીજરેટરમાં પીરસવાના સમય સુધી રાખી મૂકો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા બ્રાઉનીને ડીશમાં મૂકી કેજ વડે ઢાંકી લો.
  2. વેનીલા આઇસક્રીમ સાથે તરત જ પીરસો.

Reviews