You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ઉપવાસના વ્યંજન > મગફળીની કઢી, ફરાળી વાનગી મગફળીની કઢી, ફરાળી વાનગી | Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi તરલા દલાલ શેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે. Post A comment 22 Mar 2022 This recipe has been viewed 6192 times मूंगफली की कढ़ी रेसिपी | फराली मूंगफली कढ़ी | व्रत की कढ़ी | उपवास की कढ़ी | राजगिरा की कढ़ी - हिन्दी में पढ़ें - Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi In Hindi peanut kadhi recipe | farali mungfali kadhi | vrat ki kadhi | healthy peanut kadhi | - Read in English Peanut Kadhi Video મગફળીની કઢી, ફરાળી વાનગી - Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi recipe in Gujarati Tags ગુજરાતી ફરાળી રેસિપીભારતીય લંચ રેસિપીસંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસીપીમહાશીવરાત્રી રેસિપિસ જન્માષ્ટમીની વાનગીઓ, જન્માષ્ટમી માટે ઉપવાસની વાનગીઓ નવરાત્રીના વ્રત માટે રેસીપીશ્રાવણ રેસીપી તૈયારીનો સમય: ૭ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૧૪ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ ટેબલસ્પૂન શેકેલી મગફળીનો પાવડર૧ કપ તાજું દહીં૧ ટેબલસ્પૂન રાજગીરાનો લોટ૧ ટીસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન જીરૂ૧ ટેબલસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ સિંધવ મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન સાકરસજાવવા માટે૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીરપીરસવા માટે રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય.આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન