You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ચોકલેટ ડેઝર્ટ કૂકીઝ > ચોકલેટ કૂકીઝ ચોકલેટ કૂકીઝ | Chocolate Cookies, Homemade Chocolate Cookies તરલા દલાલ તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડશે. અહીં ડાર્ક ચોકલેટ ચિપ્સ્ ના વિકલ્પ તરીકે તેમાં તમે સફેદ ચોકલેટ ચીપ્સ્ અથવા કાજૂના ટુકડાનો ઉપયોગ કરી એટલી જ મજેદાર કૂકીઝ બનાવી શકો છો. કન્ડેન્સ્ડ મીલ્ક અને ડાર્ક ચોકલેટના સંયોજન વડે બનતી આ શાહી અને તીવ્ર સ્વાદ ધરાવતી ચોકલેટ કૂકીઝને માણવામાં તમે જરૂરથી લીન થઇ જશો. Post A comment 10 Sep 2024 This recipe has been viewed 7833 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD चॉकलेट कुकीज रेसिपी | एगलेस चॉकलेट कुकीज | घर पर बनाए हुए चॉकलेट कुकीज | - हिन्दी में पढ़ें - Chocolate Cookies, Homemade Chocolate Cookies In Hindi eggless chocolate cookies recipe | Indian style dark chocolate cookies | double chocolate chip cookies | - Read in English Eggless chocolate cookies video ચોકલેટ કૂકીઝ - Chocolate Cookies, Homemade Chocolate Cookies recipe in Gujarati Tags ચોકલેટ ડૅઝર્ટસ્ચોકલેટ ડેઝર્ટ કૂકીઝચોકલેટ ડૅઝર્ટસ્રક્ષાબંધન રેસીપીક્રીસમસ્ વાનગીઓબાળ દીવસવેલેન્ટાઇન ડે તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૬૦°C (૩૨૦°F)   બેકિંગનો સમય: ૫૦ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   કુલ સમય : ૫૬ મિનિટ    ૧૫ કૂકીઝ માટે મને બતાવો કૂકીઝ ઘટકો ૧ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ૧ ૧/૪ કપ સેલ્ફ રેસિંગ લોટ૧/૨ કપ દૂધનો પાવડર૩/૪ કપ નરમ માખણ૨ ટેબલસ્પૂન કેસ્ટર શુગર૨ ટેબલસ્પૂન બ્રાઉન શુગર૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક૧/૨ ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ૧/૪ કપ ચોકલેટ ચિપ્સ્ કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં ચારણી વડે સેલ્ફ રેસિંગ લોટને ચાળી લો.તે પછી તેમાં દૂધનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ડાર્ક ચોકલેટ લઇને તેને માઇક્રોવેવના ઉંચા તાપમાન પર ૩૦ થી ૪૦ સેકંડ અથવા ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી માઇક્રોવેવ કરી લો. પછી બહાર કાઢી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.બીજા એક ઊંડા બાઉલમાં માખણ, કેસ્ટર શુગર અને બ્રાઉન શુગર મેળવીને ઇલેટ્રીક બીટર (electric beater) વડે ૬ થી ૭ મિનિટ અથવા મિશ્રણ હલકું અને મલાઇદાર થાય ત્યાં સુધી ફીણી લો.તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલી ચોકલેટ અને વેનિલાનું ઍસન્સ મેળવી ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.તે પછી તેમાં સેલ્ફ રેસિંગ લોટ-દૂધના પાવડરનું મિશ્રણ મેળવી ચપટા ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી સુંવાળી કણિક જેવું બનાવો.છેલ્લે તેમાં ચોકલેટ ચિપ્સ્ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આમ તૈયાર થયેલા ચોકલેટના મિશ્રણને ક્લીંગ ફીલ્મ (cling film) વડે સખત બંધ કરી રેફ્રીજરેટરમાં ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.તે પછી બેકીંગ ટ્રે પર એક એલ્યુમિનિયમ ફોઇલ મૂકો.હવે ચોકલેટના કણિકને આઇસક્રીમના સ્કુપ વડે કાઢીને એલ્યુમિનિયમ ફોઇલ પર સરખા અંતરે મૂક્તા જાવ. આ ચોકલેટની કણિક વડે લગભગ ૧૫ કુકીઝ તૈયાર થશે.આ કુકીઝને ફોર્ક (fork) વડે દબાવી ૫૦ મી. મી. (૨”)ના ગોળકાર કુકીઝ બનાવો.આમ તૈયાર થયેલા કુકીઝને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૬૦° સે (૩૨૦° ફે) તાપમાન પર ૪૫ મિનિટ સુધી બેક કરી લો.તે પછી તેને ઑવનમાંથી બહાર કાઢી ઠંડા થવા ૧૦ થી ૧૫ મિનિટ બાજુ પર રાખો.જ્યારે ઠંડા પડે ત્યારે પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:ઘરે ૧ ૧/૪ કપ સેલ્ફ રેસિંગ લોટ તૈયાર કરવા માટે ૧ ૧/૪ કપ મેંદો, ૧/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર તથા એક ચપટીભર મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી રેસીપીની જરૂરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/chocolate-cookies-homemade-chocolate-cookies-gujarati-1939rચોકલેટ કૂકીઝBeena on 10 Jul 17 05:17 PM5Chocolate Cookies, Homemade Chocolate Cookies, good recipe PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન