This category has been viewed 8872 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > બિરયાની
 Last Updated : Jun 12,2024

7 recipes

बिरयानी - हिन्दी में पढ़ें (biryani recipes across India in Gujarati)


ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી ....
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું ....
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....