You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓ > લહેજતદાર હાંડી બિરયાની લહેજતદાર હાંડી બિરયાની | Lajjatdar Handi Biryani તરલા દલાલ પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું, એજ બીજી રીતથી તેનો મુખ્ય તફાવત છે. આમ તો આ રીતનું મુખ્ય કારણ એ છે કે અંદરની હવા બહાર ન નીકળે. અંદરના પાણીનું બાષ્પીભવન થઇ વરાળ અંદર જ રહે જેથી સામગ્રીનો સ્વાદ અને સુગંધ જળવાઇ રહે. આ પાકી વ્યવસ્થાથી જ લહેજતદાર બિરયાનીનો સ્વાદ તમને એકે એક ચમચામાં માણવા મળશે અને તમે જરૂરથી તેમાં ઉમેરવામાં આવેલી એકે એક વસ્તુનો સ્વાદ પારખી શકશો, પછી ભલે તે આખા મસાલા હોય, જે ચોખા અને રસદાર ચણા મસાલાને સ્વાદિષ્ટ બનાવવા વપરાયલા હોય કે પછી કેસર અને તાજા હર્બસ્ હોય, જે ચોખાના ઉપરના ભાગ પર પાથરવામાં આવ્યા હોય. બસ, તો પછી તૈયાર થઇ જાઓ આ બિરયાનીના સ્વાદમાં લીન થઇ જવા માટે. Post A comment 27 May 2017 This recipe has been viewed 8277 times लज्जतदार हंडी बिरयानी - हिन्दी में पढ़ें - Lajjatdar Handi Biryani In Hindi Lajjatdar Handi Biryani - Read in English Lajjatdar Handi Biryani Video લહેજતદાર હાંડી બિરયાની - Lajjatdar Handi Biryani recipe in Gujarati Tags મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓઐડ્વૈન્સ રેસીપીપારંપારિક ચોખાની વાનગીઓબિરયાનીભારતીય પાર્ટીના વ્યંજનહાંડીહૈદરાબાદી શાકાહારી બિરયાની તૈયારીનો સમય: ૨૫ મિનિટ   પલાળવાનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૭ મિનિટ   કુલ સમય : ૬૨1 કલાક 2 મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ભાત માટે૧ ૧/૪ કપ બાસમતી ચોખા , ૧૦ મિનિટ પલાળીને નીતારેલા૧ ટેબલસ્પૂન તેલ૩ લીલી એલચી૧ મોટી કાળી એલચી૨ લવિંગ૧ નાનો ટુકડો તજ૧ તમાલપત્ર૧ ૧/૨ કપ દૂધ મીઠું , સ્વાદાનુસારચણા મસાલાના મિશ્રણ માટે૧ ૧/૪ કપ પલાળીને રાંધેલા કાળા ચણા૧/૪ કપ ઘી૨ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ૧/૪ કપ સમારેલા ટમેટા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ કપ અર્ધબાફેલા બટાટાના ટુકડા૪ ટેબલસ્પૂન જેરી લીધેલું દહીં મીઠું , સ્વાદાનુસારમિકસ કરીને દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે૧/૪ કપ દહીં૧ ટીસ્પૂન ગરમ મસાલો એક ચપટીભર એલચી પાવડર મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન૧ ટીસ્પૂન આદૂ , પાતળી ચીરી કરેલો (મરજીયાત)૩ પાતળી ચીરી કરેલા લીલા મરચાં૧/૪ ટીસ્પૂન કેસરના રેસા૨ ટેબલસ્પૂન દૂધ૨ ટેબલસ્પૂન તળેલા કાંદા ઘઉંની કણિક , વાસણને ઢાંકીને દમ આપવા માટેપીરસવા માટે રાઇતો કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલી એલચી, મોટી કાળી એલચી, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ચોખા, દૂધ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરીને પૅનને ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય અને અંદરના પ્રવાહીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.ચણા મસાલાના મિશ્રણ માટેચણા મસાલાના મિશ્રણ માટેએક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં આદૂ-લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટા ઉમેરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં લીલા મરચાં, મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં બાફેલા બટાટા, કાળા ચણા, દહીં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આગળની રીતઆગળની રીતએક નાના બાઉલમાં દૂધ અને કેસર સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડી હાંડીમાં ચણા મસાલાનું મિશ્રણ રેડી ચમચા વડે સરખી રીતે પ્રસારી લો.તે પછી તેની પર કોથમીર, ફૂદીનાના પાન, આદૂ અને લીલા મરચાંનો સરખી રીતે છંટકાવ કરી લો.હવા તેની પર દહીંનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર ભાત મૂકી, ચમચાના પાછલા ભાગ વડે સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર કેસર-દૂધનું મિશ્રણ અને તળેલા કાંદા સરખી રીતે પાથરી લો.છેલ્લે હાંડીને ઢાંકી, હાંડીની કીનારીઓને ઘઉંના લોટની કણિક વડે સજ્જડ રીતે બંધ કરી લો.આ હાંડીને ધીમા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ રાંધી લો.તાપને બંઘ કરી, હાંડીને ૫ મિનિટ માટે ઠંડી પાડ્યા પછી હાંડીની કીનારીઓ પર ચોપડેલા ઘઉંની કણિક કાઢી લો.રાઇતા સાથે ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન