You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી પુલાવ / બિરયાની > મીન્ટી પનીર બિરયાની મીન્ટી પનીર બિરયાની | Minty Paneer Biryani તરલા દલાલ રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા અને પનીરના સંયોજન વડે એક અત્યંત મોહક અને સ્વાદભરી બિરયાની બનાવી શકાય છે. અહીં ફૂદીના, કોથમીર, લીંબુનો રસ અને થોડા મસાલા વડે બનતી પેસ્ટને પહેલા ઝટપટ સાંતળી લો અને પછી તેમાં ભાત મેળવીને જુઓ કે એવી મજેદાર મીન્ટી પનીર બિરયાની તૈયાર થશે, કે તે તમારા પ્રિયજનોની મનપસંદ વાનગી તરત જ બની જશે. Post A comment 03 Jan 2017 This recipe has been viewed 5873 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मिन्टी पनीर बिरयानी - हिन्दी में पढ़ें - Minty Paneer Biryani In Hindi Minty Paneer Biryani - Read in English મીન્ટી પનીર બિરયાની - Minty Paneer Biryani recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી પુલાવ વાનગીઓ | પંજાબી બિરયાની |વન ડીશ મીલ રેસીપીબિરયાનીભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૪ મિનિટ   કુલ સમય : ૨૪ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩ કપ રાંધેલા ભાત૩/૪ કપ પનીરના ચોરસ ટુકડા૧ ટેબલસ્પૂન ઘી૨ એલચી૨ તમાલપત્ર મીઠું , સ્વાદાનુસારમિક્સ કરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાણી ઉમેરયા વગર)૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા૧ ટીસ્પૂન જીરૂ૫ કાળા મરી૨ ટીસ્પૂન આખા ધાણા૧ ટીસ્પૂન સમારેલું આદૂ૧ ટીસ્પૂન સમારેલું લસણ૧ ટીસ્પૂન લીંબુનો રસ૧ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૧ ફૂદીનાની ડાળખી કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલી ફૂદીનાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં ભાત, પનીર અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ફૂદીનાની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/minty-paneer-biryani-gujarati-39562rમીન્ટી પનીર બિરયાનીBhavana Patal on 12 Aug 17 03:59 PM5Good Recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન