બ્રેડ કોફ્તા બિરયાની | Bread Kofta Biryani ( Chawal)

તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.

Bread Kofta Biryani (  Chawal) recipe In Gujarati

This recipe has been viewed 4980 times

ब्रेड कोफ्ता बिरयानी - हिन्दी में पढ़ें - Bread Kofta Biryani ( Chawal) In Hindi 
Bread Kofta Biryani ( Chawal) - Read in English 


બ્રેડ કોફ્તા બિરયાની - Bread Kofta Biryani ( Chawal) recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બ્રેડ કોફ્તા માટે
બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન દહીં
એક ચપટીભર ખાવાનો સોડા
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

ભાત માટે
૧ કપ બાસમતી ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
તમાલપત્ર
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
એલચી
લવિંગ
મીઠું , સ્વાદાનુસાર

ગ્રેવી માટે
૩ ટેબલસ્પૂન તેલ
લવિંગ
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૨ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ કપ સ્લાઇસ કરલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ દહીં
૧/૪ કપ બાફેલા લીલા વટાણા

મિક્સ કરીને દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે
૪ ટેબલસ્પૂન દહીં
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન પાણી
કાર્યવાહી
બ્રેડ કોફ્તા માટે

    બ્રેડ કોફ્તા માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ આકારમાં વાળી લો.
  3. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફ્તા નાંખી તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  4. તેને બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.

ભાત માટે

    ભાત માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૨ કપ પાણી ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, એલચી, લવિંગ, ચોખા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી ભાતના દરેક દાણાને કાંટા (fork)ની મદદથી છુટા પાડી બાજુ પર રાખો.

ગ્રેવી માટે

    ગ્રેવી માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં કાંદા નાંખી, મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ-લસણની પેસ્ટ, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તેલ છુટું પડે ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં બાફેલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ભાત ચમચાના પાછળના ભાગ વડે સરખી રીતે પાથરી લો.
  2. તે પછી તેની પર તૈયાર કરેલી ગ્રેવી સરખી રીતે પાથરી ઉપર બ્રેડ કોફ્તા સરખી રીતે ગોઠવી લો.
  3. છેલ્લે તેની પર દહીંનું મિશ્રણ સરખી રીતે પાથરી, તેને ઢાંકીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ અથવા ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી બેક કરી લો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews