બદામની બિરયાની | Almond Biryani

તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ભાત અને બજારમાં તૈયાર મળતા બિરયાની મસાલા વડે આ વાનગી ટુંક સમયમાં બનાવી શકાય એવી છે અને અંતમાં તળેલા કાંદા અને બદામની સજાવટ તેને વધુ આકર્ષક અને મોહક બનાવે છે.

Almond Biryani recipe In Gujarati

This recipe has been viewed 5681 times

आल्मन्ड बिरयानी - हिन्दी में पढ़ें - Almond Biryani In Hindi 
Almond Biryani - Read in English 


બદામની બિરયાની - Almond Biryani recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ સ્લાઇસ કરેલી બદામ
૩ કપ રાંધેલા બાસમતી ભાત
૨ ટેબલસ્પૂન ઘી
લવિંગ
એલચી
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
તમાલપત્ર
૧ ટીસ્પૂન વિલાયતી જીરૂ (શાહજીરૂ)
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ સમારીને બાફેલી ફણસી
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન બિરયાની મસાલો
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
૧/૪ કપ સ્લાઇસ કરીને તળેલા કાંદા
૧ ટેબલસ્પૂન સ્લાઇસ કરીને તળેલી બદામ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં બદામ મેળવીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લીધા પછી નીતારી બાજુ પર રાખો.
  2. એ જ નૉન-સ્ટીક પૅનમાં લવિંગ, એલચી, તજ અને તમાલપત્ર નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં વિલાયતી જીરૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ફણસી, લીલા વટાણા, લીલા મરચાં અને બિરયાની મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તે પછી તેમાં બદામ અને ભાત મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવીને હળવા હાથે મિક્સ કરી લો.
  8. તળેલા કાંદા અને તળેલી બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews