કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી | Cola Chocolate Ice Cream Float

ચોકલેટ આઇસક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે.

આ પીણાંની ઉપર ચોકલેટ આઇસક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરતી હોય ત્યારે તમને યાદ રહી જાય એવા સ્વાદનો અનુભવ માણવા મળશે.

અહીં યાદ રાખવું જરૂરી છે કે કોકોકોલા મસ્ત મજેદાર ઠંડું હશે તો તમને જરૂર મજા પડશે. આ પીણું તમારા બાળકોના જન્મ દીવસની પાર્ટીમાં પીરસસો ત્યારે બધા તેનો સ્વાદ માણવા તૈયાર થઇ જશે.

અન્ય રેસિપિનો પણ પ્રયાસ કરો જેમ Lemon Fiesta અને Strawberry Float.

Cola Chocolate Ice Cream Float recipe In Gujarati

This recipe has been viewed 1331 times

Cola Chocolate Ice Cream Float - Read in English 


કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી - Cola Chocolate Ice Cream Float recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી બનાવવા માટે
૨ કપ ઠંડું કોકોકોલા
૧/૪ કપ ચોકલેટ આઇસક્રીમ

સજાવવા માટે
૨ કપ સ્કુપ અમુલ ચોકલેટ આઇસક્રીમ
કાર્યવાહી
    Method
  1. કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કોકોકોલા અને ચોકલેટ આઇસક્રીમ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. હવે આ મિશ્રણ ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી તેની પર ચોકલેટ આઇસક્રીમનો એક સ્કુપ દરેક ગ્લાસ પર મૂકી તરત જ પીરસો.

Reviews