પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધદાર રૂપ આપે છે. જેવી આ સબ્જી તૈયાર થાય કે તરત જ ભાખરી, ઠેચા અને છાશ સાથે પીરસો, નહીં તો થોડા સમયમાં જ તે સૂકી થઇ જશે.

Zunka recipe In Gujarati

ઝુનકા - Zunka recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧ કપ સમારેલા કાંદા
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ સમારેલી કોથમીર

વઘાર માટે
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન હીંગ
૮ to ૧૦ કડી પત્તા
૨ ટીસ્પૂન સમારેલું લસણ
સૂકા લાલ મરચાં

પીરસવા માટે
ચોખાની ભાખરી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં જીરૂ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ, લીલા મરચાં, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં હળદર, ચણાનો લોટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ૧ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  7. હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  8. તે પછી તેમાં કડી પત્તા અને લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  9. આમ તૈયાર થયેલા વઘારને ઝુનકા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  10. ચોખાની ભાખરી સાથે ગરમ ગરમ પીરસો.

Reviews