સ્ટફ ચીલા ની રેસીપી | Stuffed Chilla Recipe, Healthy Sprouts Besan Cheela

ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે.

આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં વિટામીન-એ હોવાથી શરીરમાં ચામડીને પૌષ્ટિક્તા તો મળે છે ઉપરાંત શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે.

આમ આ સ્ટફ ચીલામાં તમારા કુટુંબ માટે એક પૌષ્ટિક અને મજેદાર વાનગી ગણી શકાય.

Stuffed Chilla Recipe, Healthy Sprouts Besan Cheela In Gujarati

સ્ટફ ચીલા ની રેસીપી - Stuffed Chilla Recipe, Healthy Sprouts Besan Cheela in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ ચીલા માટે
મને બતાવો ચીલા

ઘટકો

મિક્સ કઠોળના મિશ્રણ માટે
૧ કપ બાફેલા મિક્સ કઠોળ (લાલ ચણા , ચવલી , મગ , રાજમા વગેરે)
૧ ટીસ્પૂન માખણ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ સમારેલા ટમેટા
૨ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

ચીલાના ખીરા માટે
૧ કપ ચણાનો લોટ
એક ચપટીભર હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર

સ્ટફ ચીલા માટે અન્ય જરૂરી સામગ્રી
૧ ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે
કાર્યવાહી
મિક્સ કઠોળનું મિશ્રણ તૈયાર કરવા માટે

    મિક્સ કઠોળનું મિશ્રણ તૈયાર કરવા માટે
  1. એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરીને તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં મિક્સ કઠોળ, ચાટ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

ચીલાના ખીરા માટે

    ચીલાના ખીરા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી લગભગ ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સતત રેડી શકાય એવું પાતળું ખીરૂં તૈયાર કરી બાજુ પર રાખો.

સ્ટફ ચીલા બનાવવા માટે આગળની રીત

    સ્ટફ ચીલા બનાવવા માટે આગળની રીત
  1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા હલકા પ્રમાણમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  2. તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી સરખા પ્રમાણમાં પાતળું ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસનું ગોળાકાર આકાર આપો.
  3. આ ચીલાની કિનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ રેડી ચીલો બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  4. આમ તૈયાર થયેલા ચીલાની અડધી બાજુ પર તૈયાર કરેલું પૂરણ મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધ-ગોળાકાર આપો.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ બીજા વધુ ૫ સ્ટફ ચીલા તૈયાર કરો.
  6. સ્ટફ ચીલા તરત જ પીરસો

Reviews