ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી | Gulab Jamun Kulfi

મીઠાઇ જેવી કે ગુલાબજામુન, માલપુઆ, ગાજરનો હલવો વગેરે સાથે આઇસક્રીમ પીરસવામાં આવે એ વાત હવે સામાન્ય ગણવામાં આવે છે. આમ છતાં, ભોજનના અંતે પીરસાતી કુલ્ફી કરતાં આ ગુલાબજામુન કુલ્ફી એક અલગ જ ડેઝર્ટ છે, જેમાં મીઠાશ ધરાવતી કુલ્ફીમાં રસદાર ગુલાબજામુન પીરસવામાં આવે છે. આ ગુલાબજામુન કુલ્ફી બનાવવામાં અતિ સરળ છે અને તે એક ભપકાદાર ભારતીય ડેઝર્ટ છે, જેમાં કન્ડેન્સ્ડ મીલ્કની મલાઇદાર કુલ્ફી સાથે ગુલાબજામુન તેને વધુ સુશોભિત કરે છે. અહીં કુલ્ફીમાં મેળવેલી એલચી તેને મધુર સુગંધ આપે છે. જો તમને કોઇ સૂકા મેવા જેવા કે કાજુ, પીસ્તા, સૂકા અંજીર વગેરે ગમતા હોય તો તે પણ તેમાં ઉમેરીને કુલ્ફીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. કુલ્ફીને જ્યારે ફ્રીજમાં જામવા માટે મોલ્ડમાં મૂકો, ત્યારે જ તેમાં ગુલાબજામુન મૂકીને કુલ્ફી તૈયાર કરશો તો એક અલગ મજાની કુલ્ફીનો અનુભવ મળશે. ખરેખર તેની મજા માણવા જેવી છે.

Gulab Jamun Kulfi recipe In Gujarati

This recipe has been viewed 3891 times

Gulab Jamun Kulfi - Read in English 


ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી - Gulab Jamun Kulfi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬કુલ્ફી માટે

ઘટકો

ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી બનાવવા માટે
૨૪ નાના ગુલાબજામુન
૪ કપ મલાઇદાર દૂધ
૩/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૨ ટેબલસ્પૂન દૂધ
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
કાર્યવાહી
    Method
  1. ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોર્નફ્લોર અને મલાઇદાર દૂધ સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ તથા કન્ડેન્સ્ડ મીલ્ક મેળવી, મધ્યમ તાપ પર દૂધને વચ્ચે-વચ્ચે થોડા સમયે હલાવતા રહી દૂધ પૅનના તળિયામાં ચીટકે નહીં તેનો ખ્યાલ રાખતા તેને ઉકાળી લો. તેને લગભગ ૯ થી ૧૦ મિનિટ લાગશે.
  3. તે પછી દૂધને ધીમા તાપ પર ૪૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  4. હવે આ ઉકાળેલા દૂધમાં કોર્નફ્લોરનું મિશ્રણ તથા એલચી પાવડર ઉમેરી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી લગભગ ૧૨ મિનિટ સુધી અથવા દૂધ ઘટ્ટ બને ત્યાં સુધી ઉકાળી લો.
  5. તાપ બંધ કરી દૂધને સંપૂર્ણ ઠંડું થવા દો.
  6. તે પછી એક કુલ્ફીના મોલ્ડમાં અડધા ભાગ સુધી ઉકાળેલું કુલ્ફીનું મિશ્રણ રેડી લો.
  7. તે પછી આ કુલ્ફીના મોલ્ડમાં ૪ ગુલાબજામુન ઉમેરી લો.
  8. તે પછી ગુલાબજામુન પર ફરી થોડું કુલ્ફીનું મિશ્રણ રેડીને મોલ્ડને ઢાંકણ વડે બંધ કરી લો.
  9. રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બીજા ૫ કુલ્ફીના મોલ્ડ પણ તૈયાર કરો. આમ તૈયાર કરેલા મોલ્ડને ફ્રીજરમાં ૧૦ થી ૧૨ કલાક અથવા કુલ્ફી બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.
  10. હવે કુલ્ફીને ફ્રીજરમાંથી કાઢી ૫ મિનિટ માટે બહાર રાખ્યા પછી, કુલ્ફીની મધ્યમાં એક લાકડાની સળી ભોંકીને કુલ્ફીને મોલ્ડમાંથી બહાર કાઢી લો. યાદ રાખો કે કુલ્ફીના મોલ્ડને પાણીમાં નથી મૂકવાનું.
  11. તરત જ પીરસો.

Reviews