You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓ > વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ | Vegetable and Lentil Pulao તરલા દલાલ અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમાં આવે છે. Post A comment 26 Feb 2016 This recipe has been viewed 10256 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD वेजिटेबल एण्ड लेन्टिल पुलाव - हिन्दी में पढ़ें - Vegetable and Lentil Pulao In Hindi Vegetable and Lentil Pulao - Read in English વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ - Vegetable and Lentil Pulao recipe in Gujarati Tags મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓવેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીબેકડ ઇન્ડિયન રેસિપીઅવનકઢાઇ વેજબપોરના અલ્પાહારમાં લેવાતી પુલાવ અને ભાતની રેસીપી તૈયારીનો સમય: ૨૦ મિનિટ   પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બેકીંગનું તાપમાન: ૧૮૦૦ C (૩૬૦૦ F)   બેકીંગનો સમય: ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૫ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ભાત-દાળના મિશ્રણ માટે૧ ૧/૪ કપ ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા૩/૪ કપ તુવરની દાળ૧/૨ કપ ઝીણા સ્લાઇસ કરીને તળેલા કાંદા૩/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર અને લીલા વટાણા)૨ ૨ ચપટીભર કેસર , ૨ ટીસ્પૂન દૂધમાં પલાળેલી મીઠું , સ્વાદાનુસારકરી માટે૨ ટેબલસ્પૂન ઘી૧ કપ જેરી લીધેલી દહીં૧ ટીસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસારમિક્સ કરીને સુંવાળી કાંદાની પેસ્ટ તૈયાર કરવા માટે (તેમાં જરૂરી પાણી મેળવવું)૧/૨ કપ મોટા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર૪ આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો૪ લસણની કળી૧ ટેબલસ્પૂન ખસખસ૨ એલચી૨ ટીસ્પૂન આખા ધાણા૧ ટીસ્પૂન શેકેલું જીરુંબીજી જરૂરી વસ્તુઓ૨ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે૨ ટેબલસ્પૂન દૂધ૧/૨ કપ તળેલા કાંદાપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી ભાત-દાળના મિશ્રણ માટેભાત-દાળના મિશ્રણ માટેચોખા એવી રીતે રાંધી લો કે તેનો દરેક દાણો છુટો રહે. તેને નીતારીને બાજુ પર રાખો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં દાળ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.એક બાઉલમાં ભાત, દાળ, મિક્સ શાકભાજી, તળેલા કાંદા, કેસર-દૂધનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ ભાત-દાળના મિશ્રણના બે ભાગ પાડી બાજુ પર રાખો.કરી માટેકરી માટેએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડીને તેમાં ભાત-દાળના મિશ્રણનો એક ભાગ મૂકી તેને ચમચાના પાછળના ભાગ વડે ફેલાવી લો.તે પછી તેમા તૈયાર કરેલી કરી સરખી રીતે પાથરી લો.છેલ્લે તેની પર બાકી રહેલું ભાત-દાળનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર દૂધ રેડી, વાસણને ઢાંકણ વડે ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦0 c (૩૬૦0 f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.પીરસવાના સમય પહેલા, એક મોટી પીરસવાની ડીશ પર પલટાવી લો.તાજા દહીં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/vegetable-and-lentil-pulao-gujarati-1546rવેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવKrupali Shukla on 29 Jun 16 10:24 AM5Vegetable and lentil Pulao.. This recipe blends well with the dal and the vegetables.. giving it a nice mouth feel in every bite.. This was enjoyed thoroughly.. by all.. This is a must try recipe.. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન