મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream

મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images.

જ્યારે ફળોના રાજા સીઝનમાં હોય છે, ત્યારે આ હોમમેડ મેંગો આઈસ્ક્રીમ તમને તેના આકર્ષક સ્વાદ માણવાની એક અલગ જ આનંદ આપે છે. કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ અને સાકરની સાથે ચર્ન્ડ કરેલી મીઠી કેરી તમને ગરમ ઉનાળામાં આશ્ચર્યજનક ખુશી આપે છે.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ - Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મેંગો આઈસ્ક્રીમ માટે
૧ ૧/૨ કપ છોલી અને સમારેલી પાકી અલ્ફોન્સો કેરી
૧/૨ કપ સાકર
૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨ કપ દૂધ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે

    મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે
  1. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, કેરી અને સાકરને મિક્સરમાં ભેગા કરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો.
  2. ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ અને બાકીની બધી સામગ્રી ભેગી કરો અને હ્વિસ્કની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરો.
  3. મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
  4. મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
  5. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
  6. મેંગો આઈસ્ક્રીમને સ્કુપ વડે કાઢીને પીરસો.

Reviews