This category has been viewed 8252 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા > પરોઠા
 Last Updated : Dec 03,2024

14 recipes

different kinds of parathas - Read in English
विभिन्न प्रकार के पराठे - हिन्दी में पढ़ें (different kinds of parathas recipes in Gujarati)


કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
મસાલા ખીચડી પરાઠા રેસીપી | ખીચડી ના પરાઠા | ગુજરાતી ખીચડી ની રોટી | ખીચડી થેપલા | masala khichdi paratha recipe | with 31 amazing images. ઘણા આધેડ વ્યક્તિઓ માને છ ....
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
લીલા વટાણા ના પરાઠા રેસીપી | મટર પરોઠા | એસિડિટી માટે વટાણા પરાઠા | green peas paratha in gujarati | with 26 amazing images. લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ....
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.