કેરળના પરોઠા | Malabar Paratha, Kerala Parotta

કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેકડી પર બનતા જોશો તો નવાઇ પામી જશો. તેને વણતી વખતે અને તેને ઉથલવાની ઝટપટ રીત એવી સરસ હોય છે કે તે પ્રેક્ટિસ વગર થઇ જ ન શકે. આ ઉપરાંત આ પરોઠાની એક ખાસિયત છે કે તે ગરમા-ગરમ જ આરોગવા. જો તે ઠંડા પડી જાય, તો ચવડ જેવા બની જશે અને તેનો સ્વાદ તથા લહેજત માણવા જેવી નહીં રહે. વેજીટેબલ કોરમા સાથે તેની મજા જરૂરથી માણવા જેવી છે.

Malabar Paratha, Kerala Parotta recipe In Gujarati

This recipe has been viewed 7812 times

मालाबार पराठा रेसिपी | परोटा | केरल पराठा - हिन्दी में पढ़ें - Malabar Paratha, Kerala Parotta In Hindi 


કેરળના પરોઠા - Malabar Paratha, Kerala Parotta recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬પરોઠા માટે

ઘટકો

કણિક માટે
૧ ૧/૪ કપ મેંદો
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
૧ ટીસ્પૂન સાકર
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન તેલ , વણવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૪ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં લગભગ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  3. તે પછી કણિકને ફરીથી ૧/૨ ટીસ્પૂન તેલ વડે ગુંદીને સુંવાળી બનાવો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૬ સરખા ભાગ પાડો.
  2. હવે એક સાફ સૂકી જગ્યા પર બ્રશ વડે ૧/૪ ટીસ્પૂન તેલ લગાડી કણિકના એક ભાગને જેટલી ખેંચી શકાય એટલી દરેક બાજુએથી ખેંચીને પાતળી રોટલી વણી લો.
  3. હવે આ વણેલી રોટલી પર ૧/૨ ટીસ્પૂન તેલ તમારા હાથ વડે લગાડી લો.
  4. તે પછી તેનો એક ખૂણો ખેંચીને પંખાની પાંખની જેમ વાળી લો.
  5. તે પછી તેની બધી બાજુઓ તસ્વીરમાં બતાવ્યા મુજબ ભેગી કરી લો.
  6. તેને ફરીથી એક બાજુએથી બીજી બાજુ તરફ વાળીને સ્વીસ રોલ તૈયાર કરીને તેના છેડાને નીચેની બાજુની મધ્યમાં દબાવી લો.
  7. રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૫ સ્વીસ રોલ તૈયાર કરીને મલમલના કપડા વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  8. એક સ્વીસ રોલને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો.
  9. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલની મદદથી પરોઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  10. આ શેકેલા પરોઠાને એક પ્લેટ પર મૂકી, હળવેથી તેની કીનારીઓ પાસેથી દબાવતા-દબાવતા મધ્ય સુધી દબાવી લો જેથી પરોઠાના પડ સહેલાઇથી નજર પડે.
  11. રીત ક્રમાંક ૮ થી ૧૦ મુજબ બીજા ૫ પરોઠા તૈયાર કરી લો.
  12. તરત જ પીરસો.

Reviews