પનીર મસૂર પરોઠા ની રેસીપી | Paneer Masoor Paratha, Lentil Stuffed Paratha

આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે.

આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, જેમાં રાંધેલા મસૂર, ભુક્કો કરેલું પનીર તથા કાંદા અને તીવ્ર મસાલા મેળવવામાં આવ્યા છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે મસૂરને પનીર સાથે મેળવતા પહેલા સારી રીતે નીતરી લેવું જરૂરી છે, જેથી પૂરણ નરમ ન થઇ જાય. આ પરોઠા દહીં સાથે ગરમ-ગરમ ખાવાની મજા કંઇ ઓર જ છે.

Paneer Masoor Paratha, Lentil Stuffed Paratha recipe In Gujarati

This recipe has been viewed 6100 times



પનીર મસૂર પરોઠા ની રેસીપી - Paneer Masoor Paratha, Lentil Stuffed Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૩/૪ કપ ઘંઉનો લોટ
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧/૨ કપ ભુક્કો કરેલૂં પનીર
૧/૪ કપ આખા લાલ મસૂર
૧/૨ કપ સમારેલા કાંદા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘંઉનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને ઢાંકણ વડે ઢાંકી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. મસૂરને સાફ કરી, ધોઈને એક ઊંડા બાઉલમાં ૮ કલાક પલાળી રાખ્યા બાદ સારી રીતે નીતારી લો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મસૂર મેળવી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ મિનિટ અથવા મસૂર બરોબર રંધાઈ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પછી તેને નીતારી લો અને મસૂરને બટાટા મસળવાના સાધન વડે અર્ધકચરા મસળી લો.
  3. એક ઊંડા બાઉલમાં મસૂરનું મિશ્રણ, પનીર, કાંદા, મરચાં પાવડર, હળદર, ધાણા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. આ મિશ્રણના ૬ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૬ સરખા ભાગ પાડો.
  2. એક ભાગને ૭૫ મી. મી. (૩")ના ગોળાકારમાં ઘંઉના લોટની મદદથી વણી લો.
  3. હવે આ વણેલા ગોળકાર ભાગની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકો.
  4. પછી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમાંથી બંધ કરી લો.
  5. હવે તેને ફરીથી ૧૨૫ મી. મી. (૫")ના ગોળાકારમાં ઘંઉના લોટની મદદથી વણી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુએ બ્રાઉન થાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૫ પરોઠા તૈયાર કરી લો.
  8. દહીં સાથે ગરમા-ગરમ પીરસો.

Reviews