You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા | Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha તરલા દલાલ આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે. Post A comment 10 Mar 2022 This recipe has been viewed 6833 times स्टफ्ड गोभी पराठा | स्टफ्ड फूलगोभी पराठा | स्टफ्ड कौलीफ्लावर पराठा | - हिन्दी में पढ़ें - Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha In Hindi stuffed cauliflower paratha recipe | Indian gobhi paratha | gobi pudina paratha | spiced cauliflower flatbread | - Read in English Stuffed Cauliflower Parathas Video સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા - Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha recipe in Gujarati Tags પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ |ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | વન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો કણિક માટે૧/૨ કપ ચોખાનો લોટ૩/૪ કપ ઘઉંનો લોટ૧ ૧/૨ ટેબલસ્પૂન ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર દૂધ , મસળવા માટેકોલીફ્લાવરના પૂરણ માટે૧ કપ ઝીણી સમારેલી ફૂલકોબી૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટેબલસ્પૂન ઝીણો સમારેલો ફૂદીનો૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસારઅન્ય સામગ્રી ઘઉંનો લોટ , વણવા માટે તેલ , ચોપડવા અને શેકવા માટેપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી કણિક માટેકણિક માટેએક બાઉલમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ, તેલ અને મીઠું મેળવી, જરૂર પુરતું દૂધ નાંખી, સારી રીતે મિક્સ કરી, કડક કણિક તૈયાર કરો.ઢાંકણ વડે ઢાંકી, ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.કોલીફ્લાવરના પૂરણ માટેકોલીફ્લાવરના પૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબી, મીઠું, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.હવે તેમાં કોથમીર, ફૂદીનો, લીલા મરચાં અને મરીનો પાવડર ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિકના ૬ સરખા ભાગ પાડો.એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવા પર તેલ ચોપડી તેની ઉપર એક રોટી મૂકો અને પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર મૂકો.હવે બાકીના ભાગની રોટી, પૂરણ મૂકેલા ભાગ તરફ વાળી લો જેથી અર્ધ-ગોળાકાર બને. વાળીને ધીરેથી પૂરણ બહાર ન આવે તે રીતે દબાવી દો.પછી પરાઠાને થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન