You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > મૂળા પાલકના પરોઠા ની રેસીપી મૂળા પાલકના પરોઠા ની રેસીપી | Mooli Palak Paratha, Radish Spinach Paratha તરલા દલાલ આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે. Post A comment 31 Jul 2021 This recipe has been viewed 6220 times मूली पालक पराठा रेसिपी | मूली पालक परांठे | वजन घटाने के लिए हेल्दी मूली पालक पराठा | रैडिश स्पिनॅच पराठा | - हिन्दी में पढ़ें - Mooli Palak Paratha, Radish Spinach Paratha In Hindi mooli palak paratha recipe | radish spinach paratha | healthy mooli palak paratha for weight loss | - Read in English મૂળા પાલકના પરોઠા ની રેસીપી - Mooli Palak Paratha, Radish Spinach Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેપરોઠાસ્ટફ્ડ પરોઠામિશ્રિત પરોઠાતવા રેસિપિસ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૫૦ મિનિટ    ૮ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો મૂળા પાલકના પરોઠા ના કણિક માટે૧ કપ ઝીણી સમારેલી પાલક૩/૪ કપ મેંદો૩/૪ કપ ઘઉંનો લોટ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ૧ ટેબલસ્પૂન ઘી મીઠું , સ્વાદાનુસારમૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે૨ કપ ખમણેલા મૂળા મીઠું, સ્વાદાનુસાર૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર૧ ૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાંબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટે કાર્યવાહી મૂળા પાલકના પરોઠા ના કણિક માટેમૂળા પાલકના પરોઠા ના કણિક માટેપાલક, લીંબુનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ નરમ નહીં, બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટેમૂળા પાલકના પરોઠા ના પૂરણ માટેમૂળા પર થોડું મીઠું છાંટી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેમાંથી પાણી નીચોવીને કાઢીને ફેંકી દો.તેમાં કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિકના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.આ રોટીને એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે શેકીને બાજુ પર રાખો.પીરસતા પહેલા, એક અર્ધ-શેકેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર રાખી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીના ૭ પરોઠા પણ તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન