મસાલા પરોઠા | Masala Paratha ( Desi Khana)

આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.

Masala Paratha (  Desi Khana) recipe In Gujarati

This recipe has been viewed 6743 times

मसाला पराठा - हिन्दी में पढ़ें - Masala Paratha ( Desi Khana) In Hindi 


મસાલા પરોઠા - Masala Paratha ( Desi Khana) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૩/૪ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર

મસાલા માટે (પૂરણ માટે)
૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
એલચી
લવિંગ
તજના નાના ટુકડા

પૂરણ માટે
૪ ટેબલસ્પૂન ખસખસ
૨ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન કલોંજી
૧/૨ ટીસ્પૂન સૂંઠ પાવડર
મીઠું, સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરી, તેને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી તેને ફરી ગૂંદીને તેના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

મસાલા માટે

    મસાલા માટે
  1. એક ગરમ તવા પર મધ્યમ તાપ પર બધી સામગ્રી ભેગી કરી ૧ મિનિટ સુધી શેકી લો.
  2. તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. ખસખસને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવો.
  2. તે પછી તેમાં પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કલોંજી અને સૂંઠ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ખસખસની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ રાંધી લો.
  5. તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સતત હલાવતાં રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલી કણિકનાં એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. પછી તેની પર ૧ ટીસ્પૂન જેટલું પૂરણ તેના અડધા ભાગ પર મૂકી બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો. હવે આ અર્ધગોળાકાર પર ફરી ૧ ટીસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને ફરી વાળીને પા ભાગનો આકાર આપો. તેની કીનારીઓને હળવેથી દબાવી લો જેથી પૂરણ બહાર ન આવે.
  3. તેને ફરીથી ઘઉંના લોટની મદદથી ત્રિકોણ આકારમાં વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૧ થી ૪ પ્રમાણે બાકીના ૯ પરોઠા તૈયાર કરો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews