બેસિલ રેસીપી
Last Updated : Mar 27,2024


basil recipes in English
बेसिल रेसिपी - हिन्दी में पढ़ें (basil recipes in Hindi)

આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા. અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અન ....
બહુ ટુંકા સમયમાં બનાવી શકાય એવું આ વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ફળો, હર્બસ્ અને લેમનેડનું સંયોજન છે. તરબૂચનો રંગ અને તેનો આનંદદાયક સ્વાદ, તે ઉપરાંત તેમાં મેળવેલા બેસિલનો સ્વાદ અને વધુમાં ઠંડું લેમનેડ સ્વાદના રસિયાઓ માટે પસંદ પડે એવું પીણું તૈયાર કરે છે. યાદ રાખશો કે ....
ઔષધિય ગુણ ધરાવતા બેસિલ સાથે સ્ટ્રોબરીનો મીઠો, માદક સ્વાદ અને પાર્ટીમાં પીરસી શકાય એવું આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો તમારા મહેમાનો આનંદથી માણી શકે એવું મજેદાર છે. ઝટપટ બનાવી શકાય એવા આ પીણામાં દસ્તા વડે બ ....