You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન પાસ્તા > ચંકી ટમૅટો પાસ્તા ચંકી ટમૅટો પાસ્તા | Chunky Tomato Pasta તરલા દલાલ આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા તથા બ્રોકોલી ઉમેરી તમારી ભારે તલપને સંતોષે એવા આ પાસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન ઓછી માત્રામાં કરવું. મધુમેહની અમારી બીજી વાનગીઓ વેજીટેબલ ઑટસ્ પૅનકેક પોષણદાઇ જવનું સૂપ જરૂરથી અજમાવો. Post A comment 04 Dec 2017 This recipe has been viewed 5260 times चंकी टमाटर पास्ता रेसिपी | मधुमेह के लिए स्वस्थ पास्ता | टमाटर बेसिल पास्ता - हिन्दी में पढ़ें - Chunky Tomato Pasta In Hindi chunky tomato pasta recipe | healthy pasta for diabetes | tomato basil pasta | - Read in English ચંકી ટમૅટો પાસ્તા - Chunky Tomato Pasta recipe in Gujarati Tags ઇટાલિયન વેજ પાસ્તામનગમતી રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનલાલ સોસ પાસ્તા પાસ્તાનૉન-સ્ટીક પૅનઝટ-પટ પાસ્તા તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૩ માત્રા માટે ઘટકો ૧ ૧/૨ કપ હલકા બાફીને , છોલીને બી કાઢી મોટા સમારેલા ટમેટા૧ કપ રાંધેલા ઘઉંના પાસ્તા૨ ટીસ્પૂન જૈતૂનનું તેલ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ કપ હલ્કા ઉકાળેલા બ્રોકલીના ફૂલ૧/૪ કપ તાજી બેસિલ , ટુકડા કરેલી૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં બ્રોકલી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટા, બેસિલ, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં પૅને ઉમેરી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો.જાહેર ઇનકાર:જાહેર ઇનકાર:આ વાનગી મધુમેહ ધરાવનારા માટે ક્યારેક કોઇ ખાસ પ્રસંગે લહેજત પૂરતી જ થોડી માત્રામાં માણી શકાય એવી છે અને તેથી મધુમેહ ધરાવનારાને પોતાના રોજના આહારમાં તેનો ઉમેરો કરવાની સલાહ અમે નથી આપતા. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન