વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી | Watermelon and Basil Lemonade

બહુ ટુંકા સમયમાં બનાવી શકાય એવું આ વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ફળો, હર્બસ્ અને લેમનેડનું સંયોજન છે.

તરબૂચનો રંગ અને તેનો આનંદદાયક સ્વાદ, તે ઉપરાંત તેમાં મેળવેલા બેસિલનો સ્વાદ અને વધુમાં ઠંડું લેમનેડ સ્વાદના રસિયાઓ માટે પસંદ પડે એવું પીણું તૈયાર કરે છે.

યાદ રાખશો કે આ બેસિલના લેમનેડમાં તરબૂચના બધા બી કાઢી લેવા અને લેમનેડ ઠંડું હોવું જોઇએ. સાદા લેમનેડની સરખામણીમાં આ ચડિયાતા પીણાની પસંદગી તમને જરૂરથી આનંદીત કરશે.

Watermelon and Basil Lemonade recipe In Gujarati

This recipe has been viewed 749 times

Watermelon and Basil Lemonade - Read in English 


વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી - Watermelon and Basil Lemonade recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી બનાવવા માટે
૩ કપ તરબૂચના ટુકડાઓ
૨ ટેબલસ્પૂન સમારેલી બેસિલ
૧ કપ ઠંડું લેમનેડ
૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૪ કપ સાકર
કાર્યવાહી
વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી બનાવવા માટે

    વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી બનાવવા માટે
  1. લેમનેડ સિવાયની બાકીની બધી વસ્તુઓ મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળીને મૂકો.
  3. તે પછી તેમાં લેમનેડ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડને ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો

Reviews