સ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી | Strawberry Basil Mojito, Non- Alcoholic Instant Mojito

ઔષધિય ગુણ ધરાવતા બેસિલ સાથે સ્ટ્રોબરીનો મીઠો, માદક સ્વાદ અને પાર્ટીમાં પીરસી શકાય એવું આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો તમારા મહેમાનો આનંદથી માણી શકે એવું મજેદાર છે.

ઝટપટ બનાવી શકાય એવા આ પીણામાં દસ્તા વડે બેસિલ અને સ્ટ્રોબરીને ખાંડીને સ્વાદિષ્ટ પેસ્ટ તૈયાર કરી તેમાં ચપટીભર મીઠું, થોડું લીંબુનો રસ અને ઠંડું સ્પ્રાઇટ મેળવીને ભરપૂર તાજગી આપનાર આ પીણું તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ યાદ રાખવાનું છે કે આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો જેવું તૈયાર થઇ જાય કે તરત જ પીરસવું, નહીં તો થોડા સમયમાં જ તેની સુગંધ અને પરપોટા બેસી જશે.

Strawberry Basil Mojito, Non- Alcoholic Instant Mojito recipe In Gujarati

This recipe has been viewed 4554 timesસ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી - Strawberry Basil Mojito, Non- Alcoholic Instant Mojito recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

સ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ સ્ટ્રોબરી ક્રશ
૧/૪ કપ ઝીણી સમારેલી બેસિલ
લીંબુની સ્લાઇસ
૧/૪ ટીસ્પૂન મીઠું
૨ ૧/૪ કપ ઠંડુ સ્પ્રાઇટ
૧૫ બરફના ટુકડા
કાર્યવાહી
સ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી બનાવવા માટે

    સ્ટ્રોબરી બેસિલ મોઈતો ની રેસીપી બનાવવા માટે
  1. ખાંડણીમાં સ્ટ્રોબરી ક્રશ, બેસિલ, લીંબુની સ્લાઇસ અને મીઠું મેળવી દસ્તા વડે ખાંડી લો.
  2. હવે આ મીશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં ઠંડું સ્પ્રાઇટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે એક ગ્લાસમાં બરફના ૫ ટુકડા નાંખો.
  4. તે પછી તેની પર ૧ કપ તૈયાર કરેલું સ્ટ્રોબરી-બેસિલનું મિશ્રણ રેડી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૩ ગ્લાસ તૈયાર કરો.
  6. સ્ટ્રોબરી બેસિલ મોઈતો તરત જ પીરસો.

Reviews