હરીયાળી મઠની ખીચડી દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
હાંડી ખીચડી હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....