દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંતુષ્ટતા પણ આપશે.
હરીયાળી મઠની ખીચડી - Hariyali Matki Khichdi recipe in Gujarati
Method- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં એલચી, કાળા મરી, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી લીલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ચોખા, મઠ અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તાજા દહીં સાથે તરત જ પીરસો.