ચીલી બીન કસાડીયા દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ ....
મકાઇ અને વેજીટેબલની રોટી આ રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર. આ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.
મકાઇની રોટી મકાઇની રોટીનો કરકરો અહેસાસ તેને અનોખીં બનાવે છે. તમારા જમવાના કે નાસ્તાના મેનુમાં, મકાઇની રોટી હમેશાં એક શક્તિ આપે એવી વાનગી બને છે. વધારે શું જોઇએ. . . તમારે બહુ મહેનત કરીને સાથે પીરસવા બીજી કોઇ વાનગીઓ પણ બનાવવાની જરૂર નથી. તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પીરસો તો એક ભપકાદાર જમણ બને છે.
મેથી-મકાઇના ઢેબરા ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી ક ....
મીની બીન ટાકોસ્ જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
લસણવાળી મકાઇની રોટી મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઇની રોટી તમને ખુબજ ગમશે. આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.