જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન કે લંચ બોક્સમાં ભરવામાં આવે તો તાજી નથી રહેતી, પણ જો તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તમે તેને શાળા માટેના ટીફીનમાં જરૂર આપી શકશો. દાખલા તરીકે આ મીની બીન ટાકોસ્ ટીફીનમાં ૫ કલાક સુધી તાજા રહે છે. ટાકો શૅલ આગળથી તૈયાર કરી હવાબંધ ડબ્બામાં ભરી રાખવા. રાજમા પણ પલાળી રાખ્યા બાદ પ્રેશર કુકરમાં બાફીને આગલી રાત્રે રેફ્રિજરેટરમાં રાખવા, જેથી બીજા દીવસની સવારે તમને અન્ય સામગ્રી સમારીને ભેગી કરવાની જ રહેશે. ટાકો શૅલ અને રાજમાનું પૂરણ અલગથી પૅક કરવામાં આવે તો તે નરમ નહીં પડે. આમ શાળામાં બાળકોને ટાકો શૅલ ખાવાની મજા પડશે અને મિત્રો સાથે આનંદથી માણશે. જો તમે વધુ ટાકો શૅલ બનાવવા માંગતા હો તો અહીં જણાવેલી સામગ્રીની માત્રા બે ગણી કરી લેવી.
18 May 2017
This recipe has been viewed 5024 times